HTML દસ્તાવેજમાં છબીઓને કેવી રીતે ઉમેરી શકાય તે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો.
જવાબ:
HTML દસ્તાવેજમાં છબી ઉમેરવા માટે <img> ટૅગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં src attribute દ્વારા છબીની ફાઇલનું નામ અથવા પાથ આપવામાં આવે છે.
ઉદાહરણ:
<img src=”flower.jpg”>
અહીં flower.jpg છબીની ફાઇલ છે.
HTMLના image ટૅગના વિવિધ ગુણધર્મો પર ટૂંક નોંધ લખો.
જવાબ:
HTMLના <img> ટૅગમાં છબીને યોગ્ય રીતે દર્શાવવા માટે વિવિધ attributesનો ઉપયોગ થાય છે.
મુખ્ય attributes:
src – છબીનું નામ અથવા પાથ દર્શાવે છે.
width – છબીની પહોળાઈ નક્કી કરે છે.
height – છબીની ઊંચાઈ નક્કી કરે છે.
alt – છબી ન દેખાય ત્યારે વૈકલ્પિક લખાણ દર્શાવે છે.
border – છબીની આસપાસની બોર્ડરની જાડાઈ નક્કી કરે છે.
align – છબીનું ગોઠવણી સ્થાન નક્કી કરે છે.
ઉદાહરણ:
<img src=”computer.jpg” width=”300″ height=”200″ alt=”Computer”>
હોટસ્પોટની વ્યાખ્યા આપો. HTMLમાં છબીને કેવી રીતે હોટસ્પોટ બનાવી તેનો ઉપયોગ કરી શકાય તે ચર્ચો.
જવાબ:
છબીના કોઈ ચોક્કસ ભાગને ક્લિક કરી શકાય તેવા ભાગ તરીકે બનાવવામાં આવે તેને હોટસ્પોટ (Hotspot) કહેવામાં આવે છે.
HTMLમાં Image Mapનો ઉપયોગ કરીને છબીના અલગ-અલગ ભાગોને હોટસ્પોટ બનાવી શકાય છે. દરેક હોટસ્પોટ પર ક્લિક કરવાથી અલગ વેબપેજ અથવા લિંક ખોલી શકાય છે.
Image Map પર ટૂંક નોંધ લખો.
જવાબ:
Image Map એવી છબી છે જેમાં છબીના અલગ-અલગ વિસ્તારોને અલગ-અલગ હાઇપરલિંક સાથે જોડવામાં આવે છે. છબીના કોઈ ચોક્કસ ભાગ પર ક્લિક કરવાથી સંબંધિત વેબપેજ અથવા માહિતી ખૂલે છે.
Image Map બનાવવા માટે HTMLમાં <map> અને <area> ટૅગનો ઉપયોગ થાય છે.
ઉદાહરણ:
<img src=”map.jpg” usemap=”#mymap”>
<map name=”mymap”>
<area href=”page1.html” shape=”rect” coords=”0,0,100,100″>
</map>
(1) HTML દસ્તાવેજમાં વીડિયો ફાઇલ ઉમેરવા નીચેનામાંથી કયો ટૅગ ઉપયોગમાં લેવાય છે?
(a) img
(b) image
(c) href
(d) ime
સાચો જવાબ: (a) img
(a) ઑનલાઇન ઇમેજ
(b) ઇનલાઇન ઇમેજ
(c) આઉટલાઇન ઇમેજ
(d) બ્લોક ઇમેજ
સાચો જવાબ: (a) ઇનલાઇન ઇમેજ
(a) Img
(b) Move
(c) Mp3
(d) Png
સાચો જવાબ: (d) Png
(a) વૈકલ્પિક વર્ણન
(b) Alt કી વ્યાખ્યાયિત થાય
(c) વૈકલ્પિક છબી
(d) વૈકલ્પિક HTML જોડાણ
સાચો જવાબ: (a) વૈકલ્પિક વર્ણન
(a) Img src
(b) Height અને width
(c) H અને V
(d) આપેલા કોઈ પણ
સાચો જવાબ: (b) Height અને width
(a) Imv
(b) Png
(c) Bmp
(d) Gif
સાચો જવાબ: (a) Imv
(a) હોટ સ્પોટ તરીકે છબી
(b) હોટ ટેક્સ્ટ
(c) સક્રિય જોડાણ (એક્ટિવ લિંક)
(d) આપેલા કોઈ પણ
સાચો જવાબ: (a) હોટ સ્પોટ તરીકે છબી
(a) દુકાનદાર બાજુ અને ઉપયોગકર્તા બાજુ
(b) સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ
(c) વેપારી બાજુ અને પૂરા પાડનાર (સપ્લાયર) બાજુ
(d) આપેલા બધા
સાચો જવાબ: (b) સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ
(a) Image name
(b) Htemp
(c) Map
(d) Alt
સાચો જવાબ: (c) Map