Skip to main content

About 10th Std Chapter 3

HTML છબીઓનું વ્યવસ્થાપન

પ્રશ્નોના સરળ જવાબો.

પ્રશ્ન 1 

HTML દસ્તાવેજમાં છબીઓને કેવી રીતે ઉમેરી શકાય તે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો.

જવાબ:
HTML દસ્તાવેજમાં છબી ઉમેરવા માટે <img> ટૅગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં src attribute દ્વારા છબીની ફાઇલનું નામ અથવા પાથ આપવામાં આવે છે.

ઉદાહરણ:

<img src=”flower.jpg”>

અહીં flower.jpg છબીની ફાઇલ છે.

 


પ્રશ્ન 2

HTMLના image ટૅગના વિવિધ ગુણધર્મો પર ટૂંક નોંધ લખો.

જવાબ:
HTMLના <img> ટૅગમાં છબીને યોગ્ય રીતે દર્શાવવા માટે વિવિધ attributesનો ઉપયોગ થાય છે.

મુખ્ય attributes:

  • src – છબીનું નામ અથવા પાથ દર્શાવે છે.

  • width – છબીની પહોળાઈ નક્કી કરે છે.

  • height – છબીની ઊંચાઈ નક્કી કરે છે.

  • alt – છબી ન દેખાય ત્યારે વૈકલ્પિક લખાણ દર્શાવે છે.

  • border – છબીની આસપાસની બોર્ડરની જાડાઈ નક્કી કરે છે.

  • align – છબીનું ગોઠવણી સ્થાન નક્કી કરે છે.

ઉદાહરણ:

<img src=”computer.jpg” width=”300″ height=”200″ alt=”Computer”>

 


પ્રશ્ન 3

હોટસ્પોટની વ્યાખ્યા આપો. HTMLમાં છબીને કેવી રીતે હોટસ્પોટ બનાવી તેનો ઉપયોગ કરી શકાય તે ચર્ચો.

જવાબ:
છબીના કોઈ ચોક્કસ ભાગને ક્લિક કરી શકાય તેવા ભાગ તરીકે બનાવવામાં આવે તેને હોટસ્પોટ (Hotspot) કહેવામાં આવે છે.

HTMLમાં Image Mapનો ઉપયોગ કરીને છબીના અલગ-અલગ ભાગોને હોટસ્પોટ બનાવી શકાય છે. દરેક હોટસ્પોટ પર ક્લિક કરવાથી અલગ વેબપેજ અથવા લિંક ખોલી શકાય છે.

 


પ્રશ્ન 4

Image Map પર ટૂંક નોંધ લખો.

જવાબ:
Image Map એવી છબી છે જેમાં છબીના અલગ-અલગ વિસ્તારોને અલગ-અલગ હાઇપરલિંક સાથે જોડવામાં આવે છે. છબીના કોઈ ચોક્કસ ભાગ પર ક્લિક કરવાથી સંબંધિત વેબપેજ અથવા માહિતી ખૂલે છે.

Image Map બનાવવા માટે HTMLમાં <map> અને <area> ટૅગનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ:

<img src=”map.jpg” usemap=”#mymap”>

 

<map name=”mymap”>

  <area href=”page1.html” shape=”rect” coords=”0,0,100,100″>

</map>

 


પ્રશ્ન 5 — યોગ્ય વિકલ્પ પસંદ કરો

(1)  HTML દસ્તાવેજમાં વીડિયો ફાઇલ ઉમેરવા નીચેનામાંથી કયો ટૅગ ઉપયોગમાં લેવાય છે?

 (a) img
(b) image
(c) href
(d) ime

સાચો જવાબ: (a) img

 


(2) image એલિમેન્ટ લીટી તોડતા (line break કરતી) નથી, અને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે?

 (a) ઑનલાઇન ઇમેજ
(b) ઇનલાઇન ઇમેજ
(c) આઉટલાઇન ઇમેજ
(d) બ્લોક ઇમેજ

સાચો જવાબ: (a) ઇનલાઇન ઇમેજ

 


(3) નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે?

 (a) Img
(b) Move
(c) Mp3
(d) Png

સાચો જવાબ: (d) Png

 


(4) જ્યારે આપણે છબીના alt ગુણધર્મનો ઉપયોગ કરીએ ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે?

 (a) વૈકલ્પિક વર્ણન
(b) Alt કી વ્યાખ્યાયિત થાય
(c) વૈકલ્પિક છબી
(d) વૈકલ્પિક HTML જોડાણ

સાચો જવાબ: (a) વૈકલ્પિક વર્ણન

 


(5) નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે?

 (a) Img src
(b) Height અને width
(c) H અને V
(d) આપેલા કોઈ પણ

સાચો જવાબ: (b) Height અને width

 


(6) નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી?

 (a) Imv
(b) Png
(c) Bmp
(d) Gif

સાચો જવાબ: (a) Imv

 


(7) આપેલી છબીને જોડાણ (લિંક) તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે?

 (a) હોટ સ્પોટ તરીકે છબી
(b) હોટ ટેક્સ્ટ
(c) સક્રિય જોડાણ (એક્ટિવ લિંક)
(d) આપેલા કોઈ પણ

સાચો જવાબ: (a) હોટ સ્પોટ તરીકે છબી

 


(8) નીચેનામાંથી Image Mapના બે પ્રકારો કયા છે?

 (a) દુકાનદાર બાજુ અને ઉપયોગકર્તા બાજુ
(b) સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ
(c) વેપારી બાજુ અને પૂરા પાડનાર (સપ્લાયર) બાજુ
(d) આપેલા બધા

સાચો જવાબ: (b) સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ

 


(9) Image Map ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે?

 (a) Image name
(b) Htemp
(c) Map
(d) Alt

સાચો જવાબ: (c) Map