- ઉબુન્ટુ ફાઇલ મેનેજરની કાર્યક્ષમતાઓ સમજાવો.
જવાબ:
- ફાઇલ અને ફોલ્ડર બનાવવું.
- ફાઇલ/ફોલ્ડર કોપી, કટ, પેસ્ટ કરવું.
- ફાઇલનું નામ બદલવું.
- ફાઇલ/ફોલ્ડર કાઢી નાખવું.
- ફાઇલ શોધવી અને ગોઠવવી.
- ઉબુન્ટુ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની સરખામણી કરો.
જવાબ:
ઉબુન્ટુ | વિન્ડોઝ |
ઓપન સોર્સ છે | પ્રોપ્રાયટરી છે |
નિઃશુલ્ક છે | લાઇસન્સ ખરીદવું પડે |
વધુ સુરક્ષિત છે | વાયરસનું જોખમ વધુ |
Linux Kernel આધારિત | Microsoft દ્વારા વિકસિત |
- ઉબુન્ટુ વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ માટે શા માટે ઉપયોગી ઓપરેટિંગ સિસ્ટમ છે?
જવાબ:
- નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
- સુરક્ષિત અને વિશ્વસનીય છે.
- ઓપન સોર્સ હોવાથી ફેરફાર કરી શકાય છે.
- શૈક્ષણિક અને પ્રોગ્રામિંગ માટે ઉપયોગી છે.
- GNOME ડેસ્કટોપ IDE ના ટોપ બાર દ્વારા કઈ કાર્યક્ષમતાઓ એક્સેસ કરી શકાય છે?
જવાબ:
- Applications
- Places
- System Menu
- તારીખ અને સમય
- નેટવર્ક અને સાઉન્ડ સેટિંગ્સ
- User Menu
- શેલ શું છે? ઉબુન્ટુનો ડિફોલ્ટ શેલ કયો છે?
જવાબ:
શેલ એ યુઝર અને ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચેનું ઇન્ટરફેસ છે.
ઉબુન્ટુનો ડિફોલ્ટ શેલ Bash (Bourne Again Shell) છે.
- ઉબુન્ટુ કઈ લિનક્સ ફ્લેવર પર આધારિત છે?
જવાબ:
ઉબુન્ટુ Debian Linux ફ્લેવર પર આધારિત છે
- ls કમાન્ડનો ઉપયોગ શો છે?
જવાબ:
ડિરેક્ટરીમાં રહેલી ફાઇલો અને ફોલ્ડરોની યાદી બતાવવા માટે.
- ઉબુન્ટુમાં રૂટ યુઝરની ભૂમિકા શી છે?
જવાબ:
રૂટ (Root) યુઝરને સિસ્ટમ પર સંપૂર્ણ વહીવટી (Administrative) અધિકારો હોય છે અને તે તમામ કામગીરી કરી શકે છે.
- ઉબુન્ટુમાં યુઝરના વિવિધ પ્રકાર કયા છે?
જવાબ:
- Root User
- Normal (User)
- System User
- Guest User
- ઉબુન્ટુમાં નવી ડિરેક્ટરી બનાવવાની વિવિધ રીતો સમજાવો.
જવાબ:
- Terminal દ્વારા: mkdir directory_name કમાન્ડનો ઉપયોગ.
- File Manager દ્વારા: Right Click → New Folder → નામ આપવું → Create.
પ્રશ્ન 11: સાચું કે ખોટું જણાવો
- વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. —ખોટું
- ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ MacOS પર આધારિત છે. —ખોટું
- ઉબુન્ટુમાં એડમિનિસ્ટ્રેટિવ કાર્યો કરવા માટેsudo કમાન્ડનો ઉપયોગ થાય છે. — સાચું
- નવી ફાઇલ બનાવવા માટેtouch કમાન્ડનો ઉપયોગ થાય છે. — સાચું
- ઉબુન્ટુ રૂટ યુઝરને લોગિનની મંજૂરી આપતું નથી. —સાચું
પ્રશ્ન 12: ખાલી જગ્યા પૂરો
- ઉબુન્ટુ એ એકમુક્ત અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે.
- ઉબુન્ટુLinux કર્નલનો ઉપયોગ કરે છે.
- વારંવાર ઉપયોગમાં લેવાની એપ્લિકેશનને ઝડપથી એક્સેસ આપતી પેનલનેલૉન્ચર (Launcher) કહેવાય છે.
- જ્યાં ઉબુન્ટુ પેકેજ સ્ટોર થાય છે તે સર્વર ડેટાબેસને Repository (રિપોઝિટરી) કહેવાય છે.
- દરેક ઉબુન્ટુ યુઝરusers ગ્રુપના સભ્ય હોય છે.
પ્રશ્ન 13: બહુવિકલ્પી પ્રશ્નો — સાચા જવાબ
- ઉબુન્ટુની રચના કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે?
(c) કેનોનિકલ
- ઉબુન્ટુમાં ફાઇલનું લિસ્ટ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
(c) ls
- ઉબુન્ટુ ડિફોલ્ટ રૂપે કયા ડેસ્કટોપ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરે છે?
(d) GNOME
- ઉબુન્ટુમાં ફાઇલની પરમિશન બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
(a) chmod
- ઉબુન્ટુમાં ફાઇલની કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
(b) cp
- ઉબુન્ટુમાં sudo કમાન્ડ શું કરે છે?
(c) કમાન્ડને રૂટ પ્રિવિલેજ સાથે રન કરે છે.
- ઉબુન્ટુમાં GNOME નો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે?
(b) ડેસ્કટોપ ઇન્ટરફેસ
- rm કમાન્ડ શું કરે છે?
(a) ફાઇલ અથવા ડિરેક્ટરીને રિમૂવ કરે છે
- touch કમાન્ડ શું કરે છે?
(c) એક ખાલી ફાઇલ બનાવે છે
- ઉબુન્ટુમાં પૂર્ણ એડમિનિસ્ટ્રેટિવ કાર્ય કોણ કરી શકે છે?
(a) રૂટ (Root)